એક સફર સમર સ્કુલ

 હુ કવૈયા યશ આજે મારા અનુભવ શેર કરું તો એક મહીના માટે હુ હરીયાણા સમર સ્કુલ માટે ગયો .હુ 5 વર્ષ પહેલાં ગામની દુર જઇ શકતો ન હતો. અને ગુજરાતથી આટલી દુર આવ્યો. આ બધુ કરી શક્યો કારણ મોટું હતું. મારા કરતા મોટું કારણ હતુ ત્યારે જ આપણા માંથી અહકાર દૂર થાય છે..આ કામ કરવા માટે હુ મારા મિત્રો નો ૠણી રઉશ હુ બોલું તે પેલા કામ કરી આપી આ મિત્રો તમને કેમ ભૂલાય .પ્રથમવાર ટ્રેન મા 1000કીમી દૂર જવાનો હતો.એટલે પછી  ટ્રેન મા હુ પ્રથમવાર ગયો અને ત્યા સામે વાળા ભાઈ ત્યાં રાત્રે ચોરી થઇ હતી.પછી સવારે પહોંચ્યો હતો પલવલ સુગર મીલ મા પ્રથમ તો હુ વહેલો આવી ગયો એટલે પરમિશન લેવા માટે ગયો સુગર મીલ ના અધિકારીઓ પાસે પછી મે જણાવ્યું કે ગુજરાતથી આવેલો હતો તેમ કીધું ત્યાં તો પ્રધાનમંત્રી  નરેન્દ્રમોદીની વાતો ચાલુ કરી.હરીયાણા સરકાર સારો એવો પગાર આપે છે ગુજરાત 10000 હજાર પગાર ટીચર આપે છે અને હરીયાણા સરકાર સારો એવો પગાર આપે છે.કોઇ વ્યક્તિ આપણા પ્રદેશનો આગળ જાય તો તેનો ફાયદો આપા પ્રદેશ ને લોકો તેના જેવો હશે તેવી પ્રથમ માનસિકતા હોય છે.હુ જ્યારે સ્કુલ મા જતો તો ગુજરાત થી આવેલો તો બાળકો ગુજરાતી શીખવા ઘણા આતુર રહેતા.પછી પ્રથમ દીવસે ઘરે બહુ ચિંતા કરતા હતા.પ્રથમ લેકચર મા ક્લાસ અનુભવ નહોતો  તેથી થોડો ખચકાટ હતો તે દૂર થયો .પછી બીજા લેકચર મા બાળકો ને કેટલું આવડે છે.પછી ત્રીજા લેકચરમા હોમવર્ક  એમ કરતા દીવસે -દીવસે કાર્ય મા વધારે સારું કરુ છુ.આ સમર સ્કુલ મા એક સ્કુલ ચલાવવા નો અનુભવ કરેલો ટાઈમટેબલ બતાવવાનું ,હાજરી પૂરવાની અને અન્ય મેનેજમેન્ટ કરવાનુ બહુ સારો અનુભવ થયેલો.એક કોલેજ મા ભણતાં વિધાર્થીને શિક્ષક બને ત્યારે તે શિક્ષક ને અનુભવ કરે છે.આ 1 મહીના મા બાળકો સાથે ભણવાનો અનુભવ તેની લાગણી તેનો શિક્ષક પ્રત્યે ભાવ વગેરે તે અનુભવ કરે છે.જ્યારે બાળકો ને સારા ગુણ આવે તેને આપડે શીખવેલ હોય તે બાળક મા આપણે પોતાની જાતને જીત અનુભવી છીએ.પરંતુ ઓછા ગુણ આવે ત્યારે આપણી જાતની ભૂલ શોધીએ છીએ.મને ભણાવવા મા ઘણી મજા આવે છે રોજ એવુ  થાય કે બાળકો  કંઇક નવુ શીખવી દઇ.અજાણ્યા વ્યક્તિ સાથે ટીમ વર્ક કેવી રીતે કરવુ .બાળકોને કેવી રીતે સંભાળવા.આ એક મહિના મા એવી લાગણી બંધાણી કે ન પુછો વાત.બાળકોએ મને કપડાં અને સરસ્વતી માતાની મુર્તિ લીધેલ હતી.આ એક વિડીયો બનાવેલ હતો 

No comments: